Monday, August 17, 2009

ગઇકાલે એક અપરિચિતનો ફોન આવ્યો. મને કહ્યું, તમે મને મેઇલ મોકલો છો પણ હું તમને ઓળખતો નથી. તમારી ઓળખાણ આપશો ?હું મુંઝાયો. મારે મારી ઓળખાણ આપવાની. હું કોણ ? શરીર ? આત્મા ? અસ્તિત્વ ? હું તો બરાબરનો ફસાયો. મેં વળતો સવાલ કર્યો. તમે મારી ઓળખાણ માગી કે પરિચય ? હવે તે મુંઝાયા. અને અમે બન્ને ખડખડાટ હસી પડયા.ઓળખ વગર જન્મ લઇને જીવનભર ઓળખ પામવાની ઇચ્છા સાથે જગ છોડી જઇશું ત્યારે કેવા ઓળખાઇશું એ આપણો પરિચય કે ઓળખ ?

No comments:

Post a Comment