Sunday, August 30, 2009

ચંદ્રકાંત બક્ષી...!!!!!

નામ
ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી

જન્મ
20- ઓગસ્ટ , 1932 ; પાલનપુર

અવસાન
25- માર્ચ, 2006 ; અમદાવાદ

કુટુમ્બ
પત્ની – બકુલા ; પુત્રી – રીવા

અભ્યાસ
એમ.એ., એલ.એલ.બી.

વ્યવસાય
વેપાર, અધ્યાપન, પત્રકાર

ચંદ્રકાંત બક્ષી. સિર્ફ નામ હી કાફી હૈ!

ગુજરાતી અખબારી આકાશમાં સૂડી લેખકો, કાતર લેખકો, છીણી લેખકો, રંધા લેખકો, સૂયા લેખકો, ટાંચણી લેખકો, ચપ્પા લેખકો ઇત્યાદિ ફોજ બણબણી રહી છે ત્યારે બક્ષી ખરા અર્થમાં કટાર લેખક છે. એમની કલમ ધારદાર કટારની જેમ જ ચાલે છે. એમની ચમકને આયખાનો કાટ ચડ્યો નથી. એ સુધારે છે, ચીરેકાપે છે, ખોતરે છે, કોતરે છે! પહેલાં એના પૂરા દામ વસૂલે છે, પછી વસૂલ કરાવી દે છે!

બક્ષી વાર્તાકાર છે, નવલકથાકાર છે, નાટ્યકાર છે, અનુવાદક છે, પત્રકાર છે. એમણે લખેલી વાર્તાઓના પ્લૉટ્સ, નેરેશન અને સ્ટાઇલનો કેફ હજુ પણ મદહોશ કરી શકે છે. થોડા સમય પૂરતા એમણે કરેલા પત્રકારત્વે ગુજરાતી પત્રકારત્વની લેખનશૈલીને હંમેશ માટે ઝકઝોરી નાખી છે.

બક્ષીમાં ડબલ સ્ટાન્ડર્ડ નથી. ખુદ્દારી અને ખુમારી એ રણકતા સિક્કાઓની બે બાજુઓ છે. બક્ષી લેખકોના લેખક છે, વાચકોનાય લેખક છે. હી ઇઝ એમ્પરર ઑફ ધ ઍમ્પરર્સ. બક્ષીએ લેખકોને જરૂર કરતાં વધુ માન નથી આપ્યું, પણ વાચકોને જરૂર કરતાં વધુ મહોબ્બત કરી બતાવી છે. એમની એટિટ્યૂડને નેગેટિવ કહેનારાઓએ આંતરખોજ કરવી જોઈએ કે એમના ભાગે બક્ષીનો રોષ કેમ ઠલવાયો?

બક્ષીના પુસ્તકોમાંથી અવતરણો:

હું અનુભવ થી એક વાત શિખ્યો છુ કે જીન્દગી મા બહુ દુર સુધીનુ આયોજન કરવુ નહી.સ્ંજોગો પર આપણો અંકુશ નથી. 'પડશે એવા દેવાશે' વાળી ફિલસુફી ઘણીવાર માણસ ને નિરાંતની ઉંઘ આપે છે. જે થાય છે તે સારા માટે જ્ થાય છ એવો સંતોષ રાખવો જોઇએ, નહીતો માણસ બળો-પ્રતિબળો, તનાવ-પ્રતિતનાવ માં એટલો બધો ખેંચાઇને છિન્નભિન્ન થઇ જાય છે કે તદ્દન સામાન્ય સ્થિતિનો સામનો કરવા માટે પણ સમર્થ રહેતો નથી.. અને શતર્ંજના બોર્ડ ઉપર આપણુ છેલ્લું પ્યાદું જીવતુ હોય ત્યાં સુધી હાર કબુલવી નહી..શ્રેષ્ઠની આશા રાખવી અને કનિષ્ઠ ની તૈયારી રાખવી.. ...
--------------------------------------------------------------------------

પ્રેમ થવો એ તડકો જેવા જેવું કામ છે, તડકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવવી અધરી પડે, પણ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે છે કે તડકો ખૂલી ગયો છે...........

"બીજો આપણામાં વિશ્વાસ મૂકી શકે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી એને હું સફળતા સમજું છું." ---બક્ષીનામા.

"અભાવથી જ માણસ ભીખારી હોય એ જરૂરી નથી, માણસ સ્વભાવથી પણ ભીખારી હોઇ શકે છે" ---બક્ષીનામા.
---------------------------------------------------------------------------

જીવનમા કોઇપણ વસ્તુ વિના રહિ શકાતુ નથી એવુ બન્યુ નથી..........બહાદુરીની મારી વ્યાખ્યામા એ વિચાર જ ફિટ થતો નથી. હું જીવનભર લક્ષ્મીનો દાસ રહેવાને બદલે સરસ્વતીનો ઉપાસક રહ્યો છું. જીવનની દરેક ક્ષણ સુવર ગંદકી સૂંઘતું રહે એમ ફક્ત પૈસા અને પૈસા જ સૂંઘતા રહેવું, દરેક વ્યવહાર, દરેક પ્રસંગને પૈસામાં જ તોળતા રહેવાનું મારે માટે શક્ય નથી. ૫૦-૬૦ વર્ષની એક મર્યાદિત જીંદગીમાં ધનનું ઉપાર્જન એને સ્થાને છે, પણ એથી વિશેષ નથી. દરેક મિત્ર જે ધન પ્રાપ્તિ કરતો રહે છે એને મેં હંમેશા એક જ પ્રશ્ન પૂછ્યો છેઃ ભોગવશે કોણ ? અને પૈસા ભોગવવા દરેકની કિસ્મતમાં હોતા નથી, પૈસા ભોગવવા માટે ભવિષ્યમાં કમાઇ લેવાનો આત્મવિશ્વાસ, ભૂતકાળની મુફલિસીનો અનુભવ, જુગારીનું દિલ, નાની જિંદગી જોઇએ છે.. અને પૈસા ભોગવવાની પણ એક ઉમર હોય છે....*
---------------------------------------------------------------------------

જ્યારે બધા કહેતા હતા કે જવાની જિંદગીનો સૌથી શ્રેષ્ઠ કાળ છે ત્યારે એક સ્વિડિશ લેખકે કહયું હતું કે જવાની માણસની જિંદગીનો સૌથી ખરાબ સમય છે !!અસલામતી અને ભય અને અનિશ્ચયનો એ સમય છે.. લેખકે લખ્યુ હતુ કે કૉલેજ કે શિક્ષણ સમાપ્તિ પછી દરેક વ્યક્તિએ લગભગ એક સાથે ત્રણ મહત્વના અને જીવનના સૌથી મહત્વના નિર્ણયો લેવાના હોય છે, જેને માટે એનામાં કોઇ જમાવટ આવી નથી, એ પરિપક્વ થયો નથી...પ્રથમ કારકીર્દિનો પ્રશ્ન, પછી લગ્નનો પ્રશ્ન અને પછી ધર્મનો( ફેઇથ અથવા શ્રદ્ધા) પ્રશ્ન.. પશ્ચિમ સમાજમાં ફેઇથ એક પ્રશ્ન છે, આપણા સમાજમાં મુરબ્બીઓ અને પરિવાર જ નક્કિ કરી આપે છે કે આપણે કયા ઇશ્વર સામે માથું ઝુકાવવાનુ છે, કયાં પાપ કરવાના છે
--------------------------------------------------------------------------

એક દિવસ દરેક છોકરાએ મર્દ બનવા માટે ઘર છોડવુ પડે છે..એક્ દિવસ ગુમાન શબ્દનો અર્થ શોધવો પડે છે. છોકરાઓની દુનિયા જુદી છે. પ્યારથી જીંદગીના સબક શિખાતા નથી.. એક જ માર્ગ છે શીખવાનો, જિંદગીને સમજવાનોઃ અપમાનબોઘ, રોમાંસ પછી આવે છે, રોટી પહેલી આવે છે. જેણે બેકારી જોઇ છે એને ત્યાગનું મહત્વ સમજાવતા બાવા-સાધુઓની જરુર નથી...
-------------------------------------------------------------------------

મા મનુષ્યની ધરતી છે અને પિતા મનુષ્યનુ આકાશ્..મારી માતા મારે માટે ઇશ્વર છે. એ જ મારી માતા મારી પત્ની માટે શયતાન પણ હોય શકે છે.પણ આપણે માટે માતા મનુષ્યથી ઉપર કંઇક્ છે. ગાંધીજી અને વિનોબાએ જીવનભર એમની માતાઓને ચાર-પાંચ વર્ષનાં ભૂલકાંઓની આંખોથી જ જોઇ છે.મારી દ્રષ્ટિએ એ બંને માતૃત્વની બાબતમાં ક્યારેય એડલ્ટ કે પરિપક્વ થયા જ નથી.દરેક વ્યક્તિ એના સંજોગો સાથે જ એ વ્યક્તિ હોય છે. સંજોગોથી કપાઇને કોઇ વ્યક્તિત્વ હોતુ નથી, હોઇ શકે નહી. આપણા ગુજરાતી મધ્યમવર્ગીય સમાજમા કોઇ ગદગદ્ થઇ ગયેલ થઈ ગયેલા માણસ કે લેખકે એ કેમ વિચાર્યુ નથી કે તમારી માતા તમારી પત્ની માટે સાસુ છે ! બાલકૃષ્ણ અને યશોદામૈયા અને માખનચોરીની ભાષા અને રુપકો અમુક વય કે મનઃસ્થિતિમાં જ સારાં લાગે છે. મુઠ્ઠીઓ બંધ કરીને, મોઢુ ખુલ્લુ રાખીને, ખભા પર માથું મૂકીને ઘસઘસાટ સૂઇ જવાની મારી ઉમર ક્યારની પસાર થઇ ચૂકી હતી. મારી બા મારે માટે સુખ અને દુઃખ બંને આપનારી સ્ત્રી હતી.
----------------------------------------------------------------------

No comments:

Post a Comment