Monday, August 17, 2009

મારે લડંનમાં આવે ૬ મહિના વીતી ગયા છે અને આટલો સમય હું બેકાર હતો. પણ એમા મહ્ત્વની બાબત એ હતી કે મારી બેકારી પૈસાદારના બેટાની બેકારી હતી, માટે એમાં સવારે જલતા નાઈટલેમ્પની ઉદાસી હતી. આજે ૬ મહિના પછી હુ નોકરીના જગતમા પ્રવેસ્યો હતો, પણ મારું ડિસ્ટીંક્શન , મારો બુદ્ધિઆંક, મારું વાંચન બધું જ નકામા હતાં. નોકરીનું જગત એક જુદુ જગત હતું. અને એક ક્રુર જગત હતું. આ જગતમા પ્રવેશ્યા પછી એહસાસ થયો કે માણસે અંતે તો સડકની યુનિવર્સિટિમાથી પાસ થવાનું હોય છે. કલોલમાં માતા-પિતાના હાથ નીચે પુરી જીંદગી ગુજરી હતી. છેલ્લા ૬ મહિનાથી એ સડ્કો પર આવી ગયો હતો જ્યાં બધુ બ્લેક અન્ડ વ્હાઇટ હતુ. પોતાના લોકો વચ્ચે ગુજારેલા દિવસોની બેહિસાબ રંગીનીએ મારી દુનિયા ઘણી વિશાળ કરી નાખી હતી. હવે એ સુખ માટે તરફડી ઊઠ્યો છું. બેકારીના આરંભના દિવસોમાં ખબર પડી ગઈ કે, દુનિયામાં સહારા વિના ઊભા રહેવું ઘણું મુશ્કેલ છે. બાપના જે ઓળખીતાઓને કોન્ટક કર્યો હતો એ લોકોએ સલાહ-સૂચનો, પોતાના અનુભવોનાં બયાન, નસીબની બલિહારીના કિસ્સા, જૂની કહેવતોના ભાવાર્થ અને મદદ કરતા હોય એવો ચહેરો રાખીને હોશિયારીથી હાથ ખંખેરી નાખ્યા. હવે ૨૧ વર્ષની લાપરવાહ જિંદગી નજર સામે તરવરી રહી છે. જિંદગી ક્યાંથી ક્યાં ગુજરી ચૂકી હતી? વર્ષો તો દૂરની વાત હતી પણ હાથ ફેલાવીને અડી શકાય એવી આવતીકાલ પણ સમજાતી ન હતી.

No comments:

Post a Comment