Monday, August 17, 2009

  • દરેક સબંધમાં સીમાઓ હોય છે, પણ મૈત્રીમાં નહિ. મૈત્રી તો અમાપ અસીમ સંબંધ છે. તેમાં ક્યારેય ગણતરી નથી હોતી. હોય છે માત્ર 'કમીટમેન્ટ', સ્વેચ્છાએ સ્વીકારેલું કોઇ આચરણ્.. વચનબધ્ધતા.

  • સમય પણ હોય છે કેવો નજાકતનો મિલન વેંળા
    પડે છે આંખ ને બોજ ભારે પોતાની જ પાંપણનો.

  • ઉપકારની મજા માણવા બે વાત યાદ રાખવી પડે. એ તમે કર્યો હોય તો જેમ બને તેમ જલદી ભૂલી જાવ. એ તમારા પર કરવામાં આવ્યો હોય તો સદાય યાદ રાખો.

  • મહેમાન-ખંડ (ગેસ્ટરૂમ)માં ટાંગેલું એક ભીંતપત્ર(વૉલપેપર) : ‘જગતમાં પોતાના ઘર જેવું કોઈ સ્થળ નથી.’

  • પ્રેમનું પાત્ર શોધો નહિ, બનો.

  • કેટલાક લોકો નવી કાર ખરીદે ત્યારે એવું માની લે છે કે કારની સાથે એમને રોડ પણ મફતમાં મળ્યો છે.

  • જીભ તો જન્મના પહેલા દિવસે જ મળી જાય છે પણ એ પછી એના ઉપયોગની કલા મેળવતાં ક્યારેક આખી જિંદગી વીતી જતી હોય છે.

  • જે મળવા આવે ત્યારે હરખનું ગાડું લેતું આવે અને જાય ત્યારે ઝીણા દર્દનું પોટલું મૂકતું જાય તેને પ્રિયજન કહેવાય.

  • લગ્ન એ લોટરી છે જેમાં પુરુષો પોતાની સ્વતંત્રતા દાવ પર લગાવે છે, જ્યારે સ્ત્રીઓ પોતાના સુખને.

  • સંતાનો પાસેથી માલદાર માબાપો મથામણ નામની યુનિવર્સિટી છીનવી લે છે !

  • અંતરના ઉમળકાને ઉન્માદ કહેવો હોય તો ભલે કહો. માનવીના હિત ખાતર અર્પેલો આવો ખરો ઉમળકો, એ ઈશ્વરની સર્વોત્તમ બક્ષિસ છે.

  • અભ્યાસલક્ષી પુસ્તકિયું જ્ઞાન ટ્રેઈનની રોજિંદી મુસાફરી જેવું છે. બે સ્ટેશનો વચ્ચે પાસ કઢાવીને રોજ અપડાઉન કરનારો વર્ષો સુધી તેમ કરે તોય ઝાઝું જોવા નથી પામતો.

No comments:

Post a Comment