થોડું મિત્રતા વિશે~
કલાઉટ મેમેટે કહ્યું છે કે 'મિત્રો તરબૂચ જેવા હોય છે. કારણ શું?
કારણકે, ઉત્તમને શોધવા બધાનો સ્વાદ ચાખવો પડે છે.'
મહાન વિચારક સોક્રેટીસે પણ કહ્યું છે કે 'મિત્ર બનાવતા પહેલા સો વખત વિચારો અને મિત્ર બનાવ્યા પછી તેને કાયમ માટે ટકાવી રાખો.'
ખલિલ જિબ્રાને કહ્યું છે કે, 'જેની સાથે તમે મોજ માણી હોય તેને તમે કદાચ ભૂલી જાઓ, પણ જેની સાથે તમે આંસુ સાર્યા હોય તેને હરગિજ ના ભૂલતા.'
સંત તુલસીદાસે પણ કહ્યું છે કે, 'બિપતિકાલ કર સતગુન નેહા, શ્રુતિ કહ સંત મિત્ર ગુન એહા.'
દુ:ખમાં પણ સાથ આપે તે મિત્રનો ગુણ છે. મિત્રતા તો એક રેશમી ઋણાનુંબંધ છે. એક ઉત્તમ અનુભવ છે. મૈત્રી એ તો શીતળ-મધુર છાંયડો છે.
મૈત્રી એ તો જીવનની મોટી સૌગાત છે. મિત્રતા કોની સાથે કરવી? ક્યારે કરવી? કેમ કરવી? અને કોની સાથે ન કરવી?
મિત્રો, તેનું કોઈ ગણિત નથી હોતું, કે તેની કોઈ વિશિષ્ટ તિથિ નથી હોતી. મિત્રતા તો ક્ષણવારમાં થઈ જાય છે. મિત્રતા તો હૃદયનો સંબંધ છે.
No comments:
Post a Comment